અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને અચાનક જ ક્વોરન્ટાઈન કરવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો

કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે.

વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય નહેરા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે.

ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા કે, અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું ? અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ 40 દિવસ સુધી અમદાવાદ શહેરના નાગરિકોના હિત ખાતર અન્ય રાજ્યો કરતા પણ શહેરમાં વધારે ટેસ્ટ કરાવ્યા.

4000 કરતા વધુ પોઝિટિવ કેસો શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. તેઓ સતત કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે હોસ્પિટલમાં, રેડ ઝોન વિસ્તારમાં તથા કોરોનાને લગતી અન્ય કામગીરીમાં હાજર રહ્યાં હતા. ત્યારે અચાનક જ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યાનું કારણ બતાવી તેઓને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવાનું કારણ શું ?

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો શોધ્યા એ શહેરના નાગરિકોનુ હિત હતું, પરંતુ ભાજપની ગુજરાત સરકાર માટે શુ અહિત હતુ ? કારણ કે કોરોના પોઝિટિવના શહેરમાં વધુ કેસોના કારણે ભાજપ સરકારની છબી તો ખરડાતી નહોતી ને ? અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરને તેમની કોરોના માટેની કામગીરી બદલ અભિનંદન.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.