અમદાવાદની B J મેડિકલ કોલેજની હોસ્ટેલના ધાબા પર વિદેશી દારૂની બોટલ મળી, શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ: અસારવા સિવિલ હોસ્પિટલના લ કેમ્પસમાં આવેલી બી.જે. મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલના ધાબા પરથી 20થી વધુ વિદેશી દારૂની બોટલ મળી આવી છે. પીજી હોસ્ટેલના ધાબા પર દારૂની બોટલો અંગે શાહીબાગ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શાહીબાગ પીઆઈ એ.કે પટેલે જણાવ્યું હતું કે ધાબા પરથી દારૂની બોટલો મળી આવી છે. જે મામલે તપાસ કરવામાં આવશે.

શહેરની જાણીતી બી.જે. મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલમાં રહી મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે હોસ્ટેલના ધાબા પર અનેક દારૂની બોટલો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેના પગલે હોસ્પિટલના સત્તાવાળાઓ દોડતા થઈ ગયા છે. આ મામલે શાહીબાગ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. હોસ્ટેલના ધાબા પર દારૂની મહેફિલ યોજાતી હોય તેવું મનાઈ રહ્યું છે.

દારૂની બોટલો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં હોસ્ટેલના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવશે. દારૂની બોટલો મળી આવવાને લઈ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સવારથી જ ભારે ચર્ચા જાગી છે. આ મામલે હોસ્ટેલમાં રહેતા મેડીકલના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.