અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં.
પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી કરી હતી. મોડીરાત્રે ચાઇલ્ડ વેલફેરની ટીમ અને પોલીસ આશ્રમમાં પહોંચી હતી. ત્યારબાદ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં પણ ક્યાંય મળી ન હતી. જેથી પરિવારે રાતે જ હોબાળો મચાવ્યો હતો.
આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે. હાલ આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે, પુખ્તવયની યુવતીઓ પોતાનું નિવેદન આપતા સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે. પોલીસ સમક્ષ નિવે્દન આપી દીધું કે, હું પુખ્ત છું, મારી મરજીથી હું અહીં રહું છું, મારે હવે માતાપિતા નથી જવું. જેથી આખરે હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.