મોદી સરકારે જાહેર કરેલી નોટબંધી બાદ નવી નોટોની પણ નકલી નોટો માર્કેટમાં તરત આવી ગઈ હતી. અને આજ દિન સુધી સરકાર નકલી નોટો પર અંકુશ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે અમદાવાદમાં નકલી નોટોના જંજાળની એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અમદાવાદની 15 જેટલી બેંકોમાં અંદાડજે 8 લાખ રૂપિયાની કિંમતની નકલી નોટો મળી આવી છે. આ મામલે SOG ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
છેલ્લા 3 મહિનામાં અમદાવાદની 15 જેટલી સરકારી અને પ્રાઈવેટ બેંકમાંથી 7.76 લાખની નકલી નોટો મળી આવી છે. તેમાં 2000 રૂપિયાથી લઈ 10 રૂપિયાની પણ નકલી નોટો બેંકોમાં જમા કરાવવામાં આવી છે. ઓક્ટોમ્બર 2019થી ડિસેમ્બર 2019 સુધીમાં ડીસીબી, કાલુપુર કો.ઓપરેટિંવ, યશ, IDBI, ICICI, એક્સીસ, HDFC, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન,SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC અને રિઝર્વ બેન્કમાં કુલ 2026 નોટો કે જેની કિંમત રૂ. 7.76 લાખની છે, તે બેંકોમાં જમા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.