અમદાવાદમાં પરપ્રાંતિઓનો પોલીસ ઉપર પથ્થરમારો, ટીયર ગેસના સેલ છોડાયા

– વતન જવાની માંગ સાથે પર પ્રાંતીઓ દ્વારા રાજકોટ બાદ વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસને ટાર્ગેટ કરી

– ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના પહોંચી ગયો તોફાનીઓની અટકાયત કરાતા નાસભાગ મચી

 

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે પર પ્રાંતીઓનું ટોળું ભેગુ થયું હતું, વિખેરવા જવા માટે વારંવાર વિનંતી કરતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે પ્રથમ હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળા બેકાબૂ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાન્તીયો અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે અધિરા બનેલા શ્રમિકોએ અમદાવાદના આઈઆઈએમમાં વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો. શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ કેટલાક શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદનાં આલ્ફા વન મોલથી જીએમડીસી ગ્રાઉન્ડ તરફના રોડ  પાસેની ઘટના સર્જાઈ છે,

ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મજૂરો કન્ટ્રકશન સાઈડ પર કામ કરતા હતા. ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કેટલાક શ્રમિકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.