અમદાવાદ પોલીસ આકરા પાણીએ, પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, ફોર્ચ્યુનરને ઝીંક્યો આકરો દંડ

ટ્રાફિકના નવા કાયદાનો અમદ ન કરનારી સામાન્ય પ્રજાને શહેર પોલીસ બક્ષતી નથી, તો ટ્રાફિક પોલીસનો વિરોધ કરે છે અને કહે છે કે, તેઓ સામાન્ય લોકોને જ હેરાન કરે છે પરંતુ એવું કંઇ નથી. આજે અમદાવાદ શહેરમાં આજે ટ્રાફિક પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લક્ઝૂરિયસ કારોને ડિટેન કરી હતી. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, સહિતના દસ્તાવેજો રજૂ ન કરી શકનારા ચાલકોની ગાડીઓ ડિટેન કરી લેવામાં આવી હતી. આ ડ્રાઇવમાં મોંઘી-મોઘી લક્ઝૂરિયસ કારોના માલિકો પણ ઝપટમાં આવી ગયા હતા. અમદાવાદ પોલીસે ટ્વીટર હેન્ડલ પર આ ડ્રાઇવની માહિતીથી લોકોને અવગત કરાવ્યા હતા.

અમદાવાદ શહેરમાં આજે ટ્રાફિક પોલીસે એક અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લક્ઝૂરિયસ કારોને ડિટેન કરી હતી. પોલીસે યોજેલી આ ડ્રાઇવમાં લક્ઝૂરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી.

દંડની રકમ વધી હોવા છતાં અમદાવાદનીઓનું ટ્રાફિકના નિયમનમાં ઉદાસીન વલણ જોવા મળ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું નાગરિકો પાલન કરે તે માટે અનેક જાગૃતિ અભિયાનો પણ યોજવામાં આવે છે. સરકારે દંડની રકમમાં રાહત આપી છે તેમ છતાં ગત કાયદાની જોગવાઈ કરતાં આ રકમ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.