અમદાવાદમાં પોલીસ બાદ ડોક્ટરો આવ્યા કોરોનાની ચપેટમાં, 197 જેટલાં ડોક્ટરો સંક્રમિત

મહામારી કોરોનાની સામે બાંયો ચઢાવીને ફ્રન્ટફૂટ પર લડાઈ લડતાં ડોક્ટરો હાલ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ કર્મીઓ બાદ હવે સૌથી ડોક્ટરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી 197 ડોક્ટરોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની કોવિડ હોસ્પિટલના ડોક્ટરે ટેસ્ટ ન કરવા મામલે હાઈકોર્ટને પત્ર પણ લખ્યો હતો.

ગુજરાતમાં કોરોનાને લઈ અમદાવાદની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે. તેવામાં પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ડોક્ટરોના ટેસ્ટ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેવામાં ડોક્ટરો પણ પોતાના ટેસ્ટ કરવાની અવારનવાર માગ ઉઠાવી રહ્યા છે. ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, અમદાવાદમાં જ 197 ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

આ 197 ડોક્ટરમાંથી સરકારી 159 ડોક્ટર અને 38 ખાનગી ડોક્ટરો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 75 ડોક્ટર અને સિવિલ કેમ્પસના 34 ડોક્ટર કોરોના સંક્રમિત છે. તેમજ એલજી હોસ્પિટલના 23, એસવીપીના 17, સોલા સિવિલના 5 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો છે.UN મહેતાના 3 અને ઈએસઆઈએસના 1 ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.