અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનનાં સમય માં 18 ડિસેમ્બરથી કરવામા આવ્યો ફેરફાર, 15 મિનિટ વહેલા કરશે પ્રસ્થાન

ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે 18 ડિસેમ્બર, 2020થી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ તેના વર્તમાન સમય 20:40 વાગ્યે (દર શુક્રવારે) ની જગ્યાએ 15 મિનિટ પહેલા 20:25 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે

અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાબાદ – દરભંગા ક્લોન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેનનો 18 ડિસેમ્બર 2020થી અમદાવાદથી ચાલવાના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તે અનુસાર આ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 15 મિનિટ વહેલા પ્રસ્થાન કરશે.

16, 23 અને 30 ડિસેમ્બર 2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન અને 18,25 ડિસેમ્બર 2020 અને 01 જાન્યુઆરી 2021 ના રોજ પટનાથી ચાલનારી ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ કલોન ટ્રેન રદ્દ રહેશે.

રેલવે પ્રશાસન દ્વારા નિયમો મુજબ આ ટ્રેનના મુસાફરોને રીફંડ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.