અમદાવાદ / સગીર વાહન ચલાવતા પકડાય તો 2 હજાર, વાલીને 25 હજાર દંડ

અમદાવાદ: ટ્રાફિક પોલીસ 3થી 7 ઓક્ટોબર અંડરએજ વાહનચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજશે. અંડરએજ ચાલક પાસેથી રૂ.2 હજાર દંડ વસૂલ કરાશે. જો કોઇ અંડરએજ વાહનચાલક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કે ઘર્ષણ કરશે તો તેમની વિરુદ્ધ મોટર વ્હીકલ એકટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. બાળક વિરુદ્ધ જુએનાઈલ જસ્ટિસ એકટ મુજબ કાર્યવાહી થશે જ્યારે માતા-પિતાને 3 વર્ષની સજા અને ઓછામાં ઓછો 25 હજાર દંડ થશે.સગીરોને વાહન ચલાવતા રોકવાનો હેતુ છે.

સગીર અને માતા-પિતા સામે ગુનો નોંધી જુએનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

જો કોઇ બાળક 18 વર્ષ કરતાં ઓછી ઉમરનું હોય છતાં તેને વાહન ચલાવવા આપવું તે ગુનો બને છે. જેથી એમવી એકટ 199 હેઠળ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વાહન ડિટેઈન કરશે અને ત્રણેયને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરશે. જેમાં બાળકને શું સજા કરવી તે નિર્ણય જુએનાઈલ જજ નક્કી કરે છે. પણ માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ થઇ શકે છે.

નંબર પ્લેટ સાથે ચેડાં હશે તો વાહન જપ્ત

નંબર પ્લેટ સાથે ચેડચાડ કરનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ 7 ઓકટોબરથી એક અઠવાડિયાની ડ્રાઈવ યોજશે. જેમાં નંબર પ્લેટ વાળનારા, નંબર પ્લેટ ઉપર કપડું લગાવનારા તેમજ નંબર ઉડાવી દેનારા સામે ડોકયુમેન્ટ સાથે છેડછાડનો ગુનો નોંધી વાહન ડિટેઈન કરી લેવાશે જે કોર્ટમાંથી છોડાવવું પડશે તેમ ડીસીપી ટ્રાફિક, તેજસ પટેલે જણાવ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.