અમદાવાદ શહેર ટોચના શહેરોમાં સ્થાન પામશે- મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવમાં નર્મદા નીર વહેતા કરવામાં આવ્યા હતા. ઉપરાત તેમણે એસ.વી.પી. હોસ્પિટલ સકુલમાં તેયાર કરવામાં આવેલ ગર્લ્સ હોસ્ટેલ સહિત 851 કરોડના વિવિઘ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરાવ્યા હતા. સાથે જ અમદાવાદ શહેર ખુબ ઝડપથી તંત્ર તરફથી હાથ ઘરવામાં આવેલા સ્માર્ટ સીટી પ્રોજેકટોનો ઉલ્લેખ કરી તેમનો એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે આ શહેર ખુબ ઝડપથી ટોચના શહેરમાં સ્થાન પામશે.

અમપા દ્વારા ગુરુવારે શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની વઘામણા કરવાની સાથે અનેક વીઘ કાયકમો નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ, સ્ટેડીગ કમીટીના ચેરમેન અમુલ ભટૃ, મ્યુનીસીપલ કમીશ્રનર વિજય નહેરા સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી એ વસ્ત્રાપુર તળાવના નીરના વઘામણા કરવાની સાથે મહા આરતીનો પ્રોગામ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોઘન કરતા કહ્યુ કે અનેક જગ્યા એ વિકાસના કાર્યો થાય છે. પરંતુ જે પ્રમાણો અમપા દ્વારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ જોતા ખુબ ઝડપથી અમદાવાદ સ્માર્ટ સિટિના પ્રોજેકટોને લઈને ટોચના શહેરોમાં સ્થાન લઈ લેશે.

તેમને કહ્યુ કે મહાનગરપાલીકાઓ વિકાસના કાર્યો કરી રહી છે તેવા સમયે રાજય સરકાર નાણાના અભાવે કોઈ કામ અટકી ન પડે તેનુ ઘ્યાન રાખશે.મુખ્યમંત્રી એ વસ્ત્રાપુર તળાવ ખાતે બોટીગ નો આરંભ કરાવ્યો હતો. આ અગાઉ નવી એસ.વી.પી હોસ્પિટલ સકુંલમા તેયાર કરવામાં આવેલ ગર્લ્સ હોસ્ટેલનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. 23.50 કરોડના ખર્ચે બનાવાયેલી હોસ્ટેલમાં 208 રૂમ છે. આ જ સ્થળે થી 101 જેટલા સ્પોટુ ડમ્પ વાહનોને ફ્લેગ ઓફ કરાયુ હતુ. આવાસ નિર્માણ હેઠળ 8275 આવાસો માટે ખાત મુહુર્ત પણ કરાયુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.