અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ, ખાનગી વાહનોનું પ્રવેશ પહેલા સ્કેનિંગ થશે

અમદાવાદથી સુરત આવતી જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. સુરતમાં વધેલા કેસોને ધ્યાનમાં રાખી લોકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતીના કારણે બંધ કરવામાં આવી છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું શહેર પ્રવેશ પહેલા સ્કેનિંગ કરવામાં આવે છે.સાથે જ થોડા દિવસથી ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું છે.ખાનગી વાહનો અને પીકઅપ વાહનોના મુસાફરોનું અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પર કોરોના માટે ટેસ્ટિંગ પણ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.