અમદાવાદ અને સુરતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારની ટીમ અમદાવાદ આવી છે. આ ટીમના સભ્યો બન્ને શહેરના હોટસ્પોટ વિસ્તારની સમીક્ષા કરશે. આ ટીમો લોકડાઉનની કડકાઇ, જીવનજરૂરી ચીજોનો સપ્લાય, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વાસ્થ્ય માળખાની તૈયારી, સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા તથા ગરીબો માટે બનાવાયેલી રાહત શિબિરોની દેખરેખ બાદ રાજ્યોને નિર્દેશ આપશે તથા કેન્દ્રને પણ રિપોર્ટ સોંપશે.
કેન્દ્ર સરકારની ટીમનાં અમદાવાદમાં ધામા
આ મામલે ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, દેશના ઘણા ભાગોમાં લૉકડાઉનના ભંગની ઘટનાઓએ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી દીધું છે, જેનાથી ચેપ પણ ફેલાઇ શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ ખૂબ ગંભીર ગણાવી છે. તો વળી આ ટીમને લોકડાઉનનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક પગલાં લેવાની સત્તા પણ અપાઈ છે.
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત્
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે. આજે સૌથી ચોંકાવનારો આંકડો છે મૃત્યુનો, રાજ્યમાં કોરોનાના દર્દીઓના થયેલા 15માંથી 14 મૃત્યુ તો માત્ર અમદાવાદના છે. આ સાથે કુલ મૃત્યુઆંક 83નો થયો છે. આજે થયેલાં મૃત્યુમાં 7 મહિલા અને 7 પુરૂષોનો સમાવેશ થવા જાય છે. જ્યારે નવા 169 દર્દીઓ દાખલ થયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 1821 થવા જાય છે, જ્યારે સાજા થયેલા કુલ 113 દર્દીઓને અત્યાર સુધીમાં રજા અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.