અમદાવાદમાં ટેક્સી ચાલકો હડતાળ પર, ખાનગી પાસિંગની ટેક્સી બંધ કરવાની માગ …

અમદાવાદના 2 હજારથી વધુ ટેક્સીચાલકો હડતાળ પર ઉતર્યા છે. એરપોર્ટ પર ખાનગી પાસિંગની ટેક્સી બંધ કરવાની માગ કરવામાં આવી છે, સાથો સાથ કેબ સર્વિસના ભાડામાં વધારાની માગ કરાઈ છે.

એરપોર્ટ ઓથોરિટીએ પ્રિ-પેઈડ સર્વિસ શરૂ કરી

અમદાવાદમાં 2000થી વધુ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા ગયા છે, અચાનક ટેક્સી ચાલકો હડતાલ પર ઉતરી જતા મુસાફરોને હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર ટેક્સી ચાલકોની હડતાળને લઈને ઓથોરિટી દ્વારા પ્રિ-પેઈડ સર્વિસ શરૂ કરવામાં આવી છે

મુસાફરોને હાલાકી

રિક્ષા ચાલકોની હડતાલ બાદ હવે ટેક્સીચાલકો હડતાલ પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ સાથે અચાનક હડતાલ પર ઉતરી જતા એરપોર્ટના મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી વિકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે પરંતુ મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો ચોક્સથી વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.