અમદાવાદ શહેરના પલ્લવ ચાર રસ્તા પાસે શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે એક વાહન ચાલકે સિગ્નલ ભંગ કરતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે તેને થોભી દંડની વસૂલાત કરતા ચાલકે શહેરના એક IPS અધિકારીને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેના પગલે IPS અધિકારીએ કોન્સ્ટેબલને સિગ્નલ ભંગનો દંડ લેવાની ના પાડી હતી છતાં તેણે ભયજનક ડ્રાઇવિંગ અને સિગ્નલભંગ કરવા બદલ ચાલક પાસેથી બે હજારનો દંડ વસૂલ્યો હતો.
શહેરમાં ટ્રાફિક પોલીસ સિગ્નલ ભંગ કરતા ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલે છે અને બીજી તરફ ઇ મેમો પણ આવતા હોય છે જેથી વાહનચાલકો બબ્બે વખત દંડાતા હોય છે. તેથી ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક પોલીસને CCTV કેમેરા હોય તેવા સ્થળો પર સિગ્નલ ભંગનો દંડની વસુલાત કરવાની સ્પષ્ટ ના પાડી હોવા છતાં શહેરમાં પોલીસ દંડની વસૂલાત કરતી હોય છે. જેને લીધે પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોય છે.
ત્યારે આવો જ કિસ્સો શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે પલ્લવ ચાર રસ્તા પાસે સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકને ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ વિપુલદવે પંડયાએ ચાલકને ઉભો રાખીને દંડની વસૂલાત કરતા હતા. પોલીસ અને ચાલક વચ્ચે દંડની ભરપાઇ મામલે બે કલાક જેટલો સમય રકઝક ચાલી હતી. તે બાદ ચાલકે શહેરના એક આઇપીએસ અધિકારીને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. તેથી અધિકારીએ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ સાથે વાતચીત કરી હતી. અને સીસીટીવી કેમેરા હોય તેવી જગ્યાએ દંડની વસુલાત કરવાની નથી તો તમે કેમ દંડની વસુલાત કરો છો તેથી કોન્સ્ટેબલે જી સર કહીને ફોન મૂકી દિધો હતો. તે બાદ ચાલક અને ત્યાનાં હાજર લોકો સામે રોફ મારવા જાહેરમાં ગાળાગાળી કરી હોવાનું લોકોએ કહ્યું હતું. ફોન કર્યા બાદ કોન્સ્ટેબલે સિગ્નલ ભંગની સાથે ભયજનક ડ્રાઇવીંગનો વધારેની વાહનચાલક પાસેથી રુ. ૨૦૦૦નો દંડ વસુલાત કરતો હતો. તેથી ચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલને કહ્યુ કે સાહેબે દંડ લેવાની ના પાડી છતાં તમે કેમ હજુ દંડ માંગો છો અને ૫૦૦થી વધારીને હવે ૨૦૦૦ કેમ માંગો છો તેથી કોન્સ્ટેબલે કહ્યુ અધિકારી તો કહે મારે શું કરવુ અને શું નહી તે અધિકારીને નક્કી કરવાનું ન હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.