અમદાવાદ શહેરના એક વિસ્તારમાં કારનો માલિક નો પાર્કિંગની જગ્યાએ રસ્તા પર વાહન પાર્ક કરે છે અને તેને પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ દંડ ભરવાનુ કહે છે ત્યારે તે બિન્ધાસ્ત દંડ તો નહી જ ભરુ તમારે મને મારવો હોય તો મારો, પૈસા મફત થોડી આવે છે. મોદીને ઘણા લોકો કરોડોનું ફુલેકું કરી ભાગી ગયા તેમની પાસેથી દંડ વસુલ કરો તેવુ જણાવ્યું હતુ. સામે કોર્પોરેશનના કર્મચારીએ ગાડી ઉઠાવી જઇશું તેમ જણાવી દીધું હતુ. આ વીડિયોએ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે મોંઘવારીના કારણે લોકો મોટા દંડથી પરેશાન હોવાનુ વિડિયોમાં સ્પષ્ટ થાય છે પૈસા નહી આપુ માર ખાઇ લેવા પણ તૈયારી બતાવે છે.
શહેરમાં પાર્કિંગ અને ગેરકાયદે દબાણને લઇને સમસ્યાઓ સર્જાઇ રહી છે. વાહન ચાલકો બિન્ધાસ્ત પોતાના વાહનો ગમે ત્યા પાર્કિંગ કરી રહ્યા છે અને રસ્તા પર દબાણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના અનેક કિસ્સા છે પરંતુ રસ્તા કે ફુટપાથ પર સામાન મુકી દબાણ કરનાર વેપારી વિરુધ્ધ પણ પોલીસ કે કોર્પોરેશન કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી. તેવામાં શહેરના એક રસ્તા પર કાર ચાલકે બિન્ધાસ્ત પોતાના કાર પાર્ક કરી તેના પાસે દંડ લેવા માટે કોર્પોરેશન અને પોલીસ પહોચી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં દંડ નહી ભરું મારવો હોય તો મારો તેમ કહી વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.