અમદાવાદમાં ટ્રમ્પનુ આગમન, મોટેરા સ્ટેડિયમ પર સુરક્ષા માટે 5000 પોલીસને તૈનાત

અમદાવાદ: ટ્રમ્પ – મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમને ધ્યાને રાખીને અત્યારથી જ સ્ટેડિયમની અંદર અને બહાર 300 પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ તહેનાત કરી દેવાયા છે. 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગમે તે દિવસે મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવવાના હોવાથી તે માટે બહારથી આવનારા પોલીસ અધિકારીઓ માટે જુદા જુદા વિસ્તારોમાં હોટેલમાં રૂમો બુક કરવાની વરદી જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપાઈ છે.

7 પોલીસ સ્ટેશનમાંથી 1 પીએસઆઈ,20-20 પોલીસ કર્મચારી અંદર-બહાર તહેનાત કરી દેવાયા

મોદી અને ટ્રમ્પની સુરક્ષામાં એફબીઆઈ, એનએસજી, એસપીજીના ગાર્ડ તેમજ ગુજરાત પોલીસના 5 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ જોડાવાના છે. હાલ સ્ટેડિયમની સુરક્ષામાં ઝોન-2ના 7 પોલીસ સ્ટેશનમાંથી 1 પીએસઆઈ,20-20 પોલીસ કર્મચારી અંદર-બહાર તહેનાત કરી દેવાયા છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એટીએસ અત્યારથી જ સ્ટેડિયમની આસપાસ નજર રાખી રહી છે. બંને વીવીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ બહારથી પણ કેટલાક પોલીસ અધિકારીઓને બંદોબસ્ત બોલાવવા માટે આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.