અમદાવાદીઓ માટે આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદનો મીઠાખળી અંડરપાસને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આજથી અમદાવાદીઓ માટે મીઠાખળી અન્ડરપાસ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. આ સાથે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે અમદાવાદીઓ માટે મીઠાખળી સાથે સુભાષબ્રિજનાં સમારકામ બાદ ખુલ્લો મુકાયો છે. સુભાષબ્રિજ 20 દિવસથી જ્યારે મીઠાખળી અંડરપાસ એક વર્ષથી બંધ હતો. આ બન્ને બ્રિજોને કારણે વાહન ચાલકોને ખુબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
અમદાવાદ પૂર્વ- પશ્ચિમને જોડતાં માદલપુર અને મીઠાખળી અન્ડરપાસ છેલ્લા એકાદ વર્ષથી બંધ મીઠાખળી અન્ડરપાસ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે. જૂના ગરનાળા કરતા નવો અન્ડરપાસ 6.6 મીટર જેટલો વધુ પહોળો થયો છે. જૂનો મીઠાખળી અન્ડરપાસ 12 મીટર જેટલો પહોળો હતો. તે હવે 18.6 મીટર પહોળો થયો છે.
રેલવે ખાતા દ્વારા અન્ડરપાસની કામગીરી ચાલતી હોવાથી ઘણી ધીમી ગતિથી કામ થતું હતું એટલે ક્યારે અન્ડરપાસ ખુલશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કેમ કે મીઠાખળી અન્ડરપાસના વિકલ્પે લોકોને માદલપુર અન્ડરપાસ કે નવરંગપુરા ક્રોસિંગનો ઉપયોગ કરવો પડતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.