અમદાવાદીઓ ચેતજો, સાબરમતી નદીનું પાણી પીવાલાયક કે વાપરવાલાયક નથી- પર્યાવરણ સુરક્ષા સમિતિ

અમદાવાદીઓ (Amadavadi) માટે ચોકવનાર સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદીનું (sabarmati river) પાણી પિવાલાયક અને વાપરવાલાયક (Water not for drink and use) નથી. તેવા આંકડાઓ તપાસ રીપોર્ટમા આવ્યા છે. પર્યવારણ સુરક્ષા સમિતિ અને ખેડૂત એકતા મંચ દ્વારા સાબરમતી નદીના અલગ અલગ નવ સેમ્પલ લેવાયા છે તમામ અનફિટ સાબિત થયા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવતા તમામ ઉદ્યોગો અને એમની ફરજ નિભાવવામાં નિષ્ફળ જનાર જવાબદાર અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરો. પરંતુ આ વાતને ૩ વર્ષ વિતી ગયા છતા કોઇ પગલા લેવાનાં આવ્યા નથી .. ત્યારે ખેડૂત એકતા મંચ અને પર્યવારણ સુરક્ષા સમિતિ દ્વારા સાબરમતી નદી નાંખી કરાઇ થી મીરોલી ગામ સુધી ૯ સેમ્પલ લેવામાં આવ્યા છે . જે ફેલ સાબિત થયા છે.

ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યુ હતું, કે દુષિત પાણીના કારણે લાખો લોકોના જીવ પર સીધી અસર પડી રહી છે. એએમસી સત્તાધીશો અને રાજ્ય સરકાર આરોગ્ય અને આજીવિકા સાથે કેવા ચેડા થઇ રહ્યા છે, ઉદ્યોગ અને પૈસાના મોહમાં અંધ સરકાર અને એએમસી જનતા સાતે કેવી મેલી રમત રમી રહ્યા છે. તેનાથી તદન અજાણ છે.

પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય અને વકિલ સુબોધ પરમારે કહ્યુ હતું, કે તાજેતરના બજેટમાં વપરાયેલા પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાની સુફિયાણી વાતો કરનારી સરકાર હાલ જે શુદ્ધિકરણ કરી રહે છે તે બધા જ પાણીમાં માન્ય ધારાધોરણો કરતા ઘણું વધારે પ્રદુષણ છે.. સરકાર જો જીપીસીબીને યોગ્ય આદેશો આપવામાં બેજવાબદારી દાખવશે તો નાછૂટકે  સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટિશન ફાઈલ કરી ઉદ્યોગો, એમને છૂટોદોર આપનાર અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરવા માટે અરજી રકવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.