કોરોનાકાળ વચ્ચે આ પહેલી દિવાળી છે દર વખતની જેમ આ વખતે દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન પોલીસને રજા નહીં હોય. તહેવારોને લઈને અમદાવાદ શહેર પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ અપાયાં છે. જ્યારે, SRPની બે કંપનીને રિઝર્વ રાખવામાં આવી છે.
તહેવારોના કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે અને એવા સમયે ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ જોવ મળતો હતો. પરંતુ મંદી વચ્ચે પણ લોકો ફેસ્ટીવલ મૂડમાં જઈ રહ્યાં છે તેવા તબક્કે પોલીસ પબ્લિક ફ્રેન્ડલી બની છે. તહેવારોના આ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ નિયમ તોડનારા સામે ગાંધીગીરીનું હથિયાર અપનાવી સમજાવશે.
શહેર ટ્રાફિક પોલીસના DCPએ જણાવ્યું કે, તહેવારોમાં ખરીદીની ભીડ એકત્ર થાય છે ત્યારે ટ્રાફિકને અડચણ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય રહેશે. ટ્રાફિક પોલીસ લોકોના પબ્લિક ફ્રેન્ડલીને બનીને ફેસ્ટીવલ મૂડ ડીસ્ટર્બ કરવા નથી માંગતી. ટ્રાફિક પોલીસ દંડ કરવાના બદલે નાગરિકોને સમજ આપશે. ટ્રાફિક નિયમભંગ બાબતે પોલીસ ગાઈડન્સ આપીને લોકોને ગાઈડ કરશે.
આ ઉપરાંત શહેર પોલીસ કોરોના સામેની લડત માટે મહત્વપૂર્ણ ગણાતા માસ્કના વિતરણની કામગીરી પણ કરી રહી છે. શહેરના મુખ્ય બજાર વિસ્તાર ભદ્ર, રિલીફ રોડ જેવા વિસ્તારમાં સ્થાનિક પોલીસ જે નાગરિકો માસ્ક પહેર્યાં વગર નીકળે તેને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવે છે. એ જ રીતે પરાં વિસ્તારના બજારોમાં પોલીસ સ્ટેશનો દ્વારા માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.