AMCએ ૨૦૦૯માં BRTS પ્રોજેક્ટ શરૂ કર્યો તે વખતે ડીઝલ બસો દોડાવવાની શરૂઆત થઈ હતી પછી પ્રદૂષણ વધતાં CNG બસો દોડાવવાની શરૂઆત થઈ હતી પણ હવે BRTSના કાફલામાંથી CNG બસો વિદાય લેશે અને ઈ-બસોનું ચલણ વધશે.
AMCએ BRTSના કાફલામાં ૬૫૦ ઈ- મીડી બસો દોડાવવાનું આયોજન કર્યું છે. આજે ગુરુવારે મળેલી જનમાર્ગ લિ.ની બોર્ડની બેઠકમાં ૩૦૦ ઈ- મીડી બસો ખરીદીનું ટેન્ડર મંજૂર કરાયું છે. જેની ડિલિવરી માર્ચ ૨૦૨૦ પછી તબક્કાવાર થશે. મ્યુનિ.એ કુલ ૬૫૦ ઈ-બસો દોડાવવાનું આયોજન કર્યું છે.
શહેરમાં AMTSની ૭૦૦ અને BRTSની ૨૫૫ બસો દોડે છે. દૈનિક ધોરણે AMTS-BRTSમાં ૭.૫૦ લાખ મુસાફરો મુસાફરી કરે છે. પહેલાં તબક્કામાં અશોક લેલેન્ડ કંપની પાસેથી ૫૦ ઈ-બસ ખરીદી કરાઈ હતી જે પૈકી ૧૮ ઈ-બસની ડિલિવરી થઈ છે જ્યારે તાતા કંપની પાસેથી ૩૦૦ ઈ-બસો ખરીદી કરવાનું ટેન્ડર મંજૂર કરાયું છે.
આ સબસિડી વિનાની બસો ખરીદવા અંગે સત્તાધીશો અને અમલદારો વચ્ચે સંઘર્ષ થયો હતો જોકે, ઘીના ઠામમાં ઘી ઠરી ગયું છે. હવે ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર મંજૂર કરી દેવાયું છે જ્યારે બીજી સબસિડીવાળી ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર પાઇપલાઇનમાં છે. આમ, બીઆરટીએસના નેજા હેઠળ કુલ ૬૫૦ ઈ-બસો દોડાવવાનું આયોજન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.