અમદાવાદીઓ સાવધાન, 3 નવા વિસ્તારો રેડ ઝોનમાં ઉમેરાયા

અમદાવાદ  શહેરમાં કોરોના કેસ (Coronavirus) ની સંખ્યા સતત વધી રહી છે. તેથી AMC એ નવા ત્રણ વિસ્તારોનો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના અસારવા, સરસપૂર અને ગોમતીપુર વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા છે. આ સાથે શહેરમાં કુલ 9 વોર્ડ રેડ ઝોન વોર્ડ બન્યા છે. જોકે, રેડ ઝોન જાહેર કરવા છતાં અસારવામાં આજે લોકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. લોકો હજી પણ માર્ગ પર ફરતા જોવા મળી રહ્યા હતા. તો ગોમતીપુર પણ રેડઝોનને પગલે પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયું છે.

છેલ્લા ત્રણ દિવસથી અસારવા, સરસપુર અને ગોમતીપુરમાં કેસો વધી રહ્યાં છે. અગાઉ કુલ 6 વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે કે બાકીના 42 વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં મૂકાયા હતા. તો હવે અમદાવાદમાં રેડ ઝોન વિસ્તારનો આંકડો 9 પર પહોંચી ગયો છે. અસારવાના ચમનપુરા, કલાપીનગર સહિતના વિવિધ ચાલી વિસ્તારોમાં કોરોના સ્પ્રેડ થઈ રહ્યો છે. તો ગઈકાલે 45 માથી 20 કેસ સરસપુર વોર્ડમાંથી આવ્યા હતા. 15 નવા કેસ ગોમતીપુર વિસ્તારમાંથી મળ્યા છે. આમ, સતત વધી રહેલા કેસોને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વોર્ડને રેડ ઝોન જાહેર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.