ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.
- અમદાવાદમાં આજે ભાજપની જનસંપર્ક યાત્રા
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતમાં
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે
ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાત આવશે. મનપા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેઓ ગુજરાતની મુલાકાત લેશે જ્યાં વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યાત્રા
બીજી તરફ ભાજપ દ્વારા પર મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ભાજપની જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ યાત્રા કરવામાં આવશે જે સવારે 9 કલાકે સરદારનગરથી શરૂ થશે. અમદાવાદના તમામ હોદ્દેદારો આ જનસંપર્ક યાત્રામાં જોડાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.