અમદાવાદ શહેરમાં આજે માત્ર સાતકોમ્યુનિટી હોલ ઉપરથી ૪૫ થી વધુની વયના લોકોને જ રસી આપવામાં આવશે.મ્યુનિ.તેમજ સરકારી હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો સહિતના કેન્દ્રો રવિવારની રજા રાખશે.
જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલા જાહેરાત કરી હતી કે, આવતીકાલે એક દિવસ માટે ૧૮ થી ૪૫ વર્ષના લોકોને કોરોના વિરોધી રસ આપવાનું બંધ રાખવામાં આવશે.
મોડી રાત્રે મ્યુનિ.એ આ નિર્ણય ફેરવી તોળતાં હવે આવતીકાલે રવિવારે પણ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસી આપવામાં આવશે.
ડ્રાઈવ થુ્ર વેકિસન લેવા માટે સ્ટેડિયમ બહાર લોકો પોતાના વાહન સાથે લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. દિવસ દરમ્યાન ડ્રાઈવ થુ્ર વેકિસન હેઠળ કુલ ૧૧૬૪ લોકોને રસી આપવામાં આવી હતી.શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોરહોલ ખાતે પણ લોકોએ વેકિસન લેવા માટે લાઈન લગાવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.