અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ સ્પા (Spa) ચાલે છે. જોકે, કેટલીક જગ્યાએ સ્પાના નામે ગેરકાયદે દેહવેપારનો ધંધો પણ ચાલે છે. તાજેતરમાં સોલા પોલીસે રોડ પર બીભત્સ ચેનચાળા કરતી 15 રૂપલલનાઓની પણ ધરપકડ કરી હતી. જે બાદમાં પોલીસે નરોડામાંથી એક દેહવેપારના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે તપાસ કરતા માહી સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર અને એક યુવતીની ધરપકડ કરી છે.
પોલીસે આ લોકો સામે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3,4,5,7 મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.
નરોડા પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલા નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નંબર-22માં આવેલા આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર ભેગા મળીને પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડુતી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.