રાજ્યમાં અવાર નવાર રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની દાદાગીરાના કિસ્સાઓ સામે આવે છે, ત્યાર હવે અમદાવાદના ભાજપના યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વીકી ત્રિવેદીની દાદાગીર સામે આવી છે. કાર માંગવા માટે ભાજપના કરોબારી સભ્યએ બાપુનગર વિસ્તારમાં એક વ્યક્તિને જાતી વિષયક ગાળો આપી હતી અને તેની સાથે મારામારી પણ કરી હતી. જાતી વિષયક ટીપ્પણી કરતા ફરિયાદી દ્વારા અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં વીકી ત્રિવેદી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અનુસાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદ કરનાર યુવકે એવા પણ આક્ષેપ કર્યા છે કે, આ વીકી ત્રિવેદી દારૂના નશામાં ફરે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે.
ફરિયાદી રાહુલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાપુનગરમાં વીકી ત્રિવેદી નામનો એક ઇસમ છે, તે રોજ દારૂ પીને આખા વિસ્તારમાં ફરતો હોય છે અને લોકોને હેરાન પરેશાન કરતો રહે છે. અમે લોકો રસ્તા પર ઉભા હતા ત્યારે એ અમારી પાસે આવ્યો. તે નશામાં હતો અને આવીને સીધો ગાળો બોલવા લાગ્યો હતો. વીકી ત્રિવેદીએ જાતી વિષે કેટલાક શબ્દો ઉચ્ચારણ કર્યા હતા, એ બાબતે થોડી તેને મારામારી કરી હતી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વીકી ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે, રાહુલભાઈ નામના ફરિયાદી દ્વારા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીને આરોપી વીકી ત્રિવેદીએ માર માર્યો છે, ગાળો આપી છે અને જાતી વિષે અપમાનીત શબ્દો કહ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.