અમદાવાદ શહેરમાં આ મહિનાની શરૂઆતથી વધી રહેલાં કોરોના સંક્રમણને લઈ કોરોનાએ શહેર આખાને અજગરી ભરડામાં લીધુ હોવાનું દેખાઈ રહ્યું છે.ગુરૂવારે અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૬૩૧ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૭ લોકોના મોત થવા પામ્યા છે.આ સાથે જ પંદર દિવસમાં કોરોનાના કુલ ૧૯,૩૫૯ કેસ નોંધાયા છે.
ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ મળીને ૮૭,૭૬૩ કેસ નોંધાવા પામ્યા છે.ગુરૂવારે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૫૧૦ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૭૨૫૩૨ લોકો કોરોના મુકત થયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.