અમદાવાદમાં કોરોનાની સ્થિતિ નથી કાબૂમાં, લોકો ટેસ્ટિંગ માટે ચઢ્યા છે ફાંફે

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં નથી. લોકો ટેસ્ટિંગ માટે ફાંફે ચઢ્યા છે. એન્ટિજન ટેસ્ટિંગ થાય છે પરંતુ આરટી-પીસીઆર ટેસ્ટથી કોરોના અંગેની ચોક્કસ માહિતી મળી રહે છે.

નરોડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગ ફક્ત નરોડા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં જ થાય છે.

સરદારનગરમાં ૨ અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે ત્યાં આરટી-પીસીઆર ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવી જોઇએ. આજુબાજુના વોર્ડમાં જ્યાં અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં અને ન હોય ત્યાં ખાનગી જગ્યામાં પણ ડોમ ઉભા કરીને આરટી-પીસીઆર કેન્દ્રો ઉભા કરવાની માંગણી ઉઠવા પામી છે.

જ્યારે મ્યુનિ.દ્વારા મફતમાં ટેસ્ટ થય છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે મ્યુનિ.તંત્ર દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો વધારવા જોઇએ તેવી માંગણી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.