અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા, વિદ્યાર્થીઓ પાસેથી, નિયત ફી કરતાં વધુ ફી ઉઘરાવાતી, હોવાની નોંધાઈ અનેક ફરિયાદો

અમદાવાદ શહેરના ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નિયત ફી કરતાં વધુ ફી ઉઘરાવાતી હોવાની અનેક વખત ફરિયાદો થઈ છે, જે ફરિયાદો જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સાચી ઠરી છે.

શહેર વિસ્તારની ૬૫ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે ૨ કરોડની વધારાની ફી ઉઘરાવવામાં આવી હોવાનો વિગતો સામે આવી છે. વધારાની વસૂલેલી ફી પરત કરવા માટે ડીઈઓ દ્વારા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો હતો.

વધુ વસૂલેલી ફી પરત કરવા માટે ડીઈઓએ સ્કૂલોને કડક સૂચના આપી છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૨-૧૩થી ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન શહેરની વિવિધ  બિનસરકારી અનુદાનિત શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત  રીતે વધુ ફી વસૂલતા હોવાની નોંધ અહેવાલમાં કરવામાં આવી  છે. કચેરી દ્વારા શહેરની સ્કૂલોની ચકાસણી કરતા ૬૫ જેટલી સ્કૂલોએ  વિદ્યાર્થીઓ પાસેથી અનાધિકૃત રીતે વધુ ફી વસૂલી હોવાનું  સામે આવ્યું હતું.

ઉપરાંત ફી પરત કરી હોય તો તે અંગેના પુરાવા પણ આચાર્યના સહી સિક્કા સાથે સુપરત કરવા માટે જણાવાયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી મનપાવે તેટલી ફી વસૂલવામા આવે છે. ત્યારે હવે ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વારા પણ નિયત ફી કરતાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિર્દ્યાિથનીઓની બોર્ડની પરીક્ષાની ફીમાં સરકાર દ્વારા માફી આપવામાં આવે છે. તેમ છતાં અમદાવાદ શહેરની કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા વિર્દ્યાિથનીઓની પરીક્ષા ફી પણ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો વાલીઓ દ્વારા કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.