અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપૂરા વોર્ડમાં મતદાન કર્યું હતું. નારણપુરામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપૂરા વોર્ડમાં મતદાન કર્યું હતું.
વસ્ત્રાલમાં માધવ વિધા વિહાર ખાતે પરિવાર સાથે પ્રદીપસિંહ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 25 વર્ષથી અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે
89 વર્ષના અંબાલાલ જાદવ અને તેમના પત્ની નિર્મલા જાદવે મતદાન કર્યુ હતું. પત્ની નિર્મલા જાદવ ટેકા વગર નથી ચાલી શકતા છતાં યુવાનોને મતદાન કરવા આ વૃદ્ધ દંપત્તિએ અપીલ કરી હતી.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મતદાન કર્યા બાદ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આજે જામ્યો છે ત્યારે ઉર્જા મંત્રી સૌરભ પટેલે અમદાવાદમાં મતદાન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.