અમદાવાદમાં વધ્યા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન,પશ્ચિમ વિસ્તારમાં વધ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, અમદાવાદ શહેરમાં હાલ 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. શહેરમાં ખાસ કરીને જોધપુર,પાલડી,ઘટલોડિયા, થલતેજ,ગોતા,બોડકદેવ, મણિનગરમાં કોરોનાના કેસ વધુ છે.

મણિનગરમાં અર્બુદા સોસાયટીના 39 ઘરો તથા ઘાટલોડિયાના અર્જુન ટાવરમાં 24 ઘરોનો હાલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં જાહેરમા ધૂળેટીની ઉજવણી પર રોક લગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા છે અને 1422 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,83,241 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 5 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને ગુરૂવારે 1961 કેસ અને શનિવારે 2190 કેસ અને આજે 2276 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.