અમદાવાદના પૂર્વ વિસ્તાર ઘોડાસરમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે દૂર્ઘટનાને લઇને ફાયર વિભાગને જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.
ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. જો કે આગ લાગવાને લઇને કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર અંદાજે 4 વાગ્યાની આસપાસ આગનો કોલ મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.