શહેરના જુહાપુરા વિસ્તારોમાં આજે, રવિવારે વહેલીસવારે 8 જેટલી દુકાનોમા આગ લાગવાની ઘટના સામે આવી છે.
જોકે, ફાયરવિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.
જુહાપુરા વિસ્તારમાં આગ એટલી ઝડપથી લાગી હતી કે, એકસાથે આવેલી 15 દુકાનોને પોતાની ચપેટમાં લઇ લીધી. વહેલી સવારે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે, દૂર દૂરથી આગના ગોટેગોટા દેખાઇ રહ્યાં હતા.
દુકાનોમાં રહેલો મોટભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. આ ભીષણ આગના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો દોડીને ઘટનાસ્થળે આવી ગયા હતા. જોકે, ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
શહેરમાં શોર્ટ સર્કિટને કારણે અનેકવાર આગનાં બનાવ બનચા હોય છે. ત્રણ દિવસ પહેલા પણ, અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.