ટીવીનો પોપ્યુલર ગેમ શો એટલે કે કોન બનેગા કરોડપતિ. જ્યારથી કેબીસીની 11મી સિઝન શરૂ થઈ છે ત્યારથી જ નવી નવી વાતો આવતી રહે છે. કોઈવાર સ્પર્ધકને પહેરવવામાં આવતા કપડાં વિશે ખુલાસો થાય તો કોઈ વખત વિજેતાને આપવામાં આવતો ચેક અને ડિજીટલ પેમેન્ટ વિશેની વાતો બહાર આવે. પરંતુ આ વખતે કંઈક નવી જ ઘટના બની કે જે કદાચ આ પહેલા ક્યારેય નથી બની.
હાલમાં કંઈક એવું થયું કે બીગ બીને પોતાની સીટ છોડવી પડી. આ વખતે શોમાં અમદાવાદની ચાંદની મોદી સ્પર્ધક તરીકે સામે હોટ સીટ પર બિરાજમાન હતી. બીગ બી અને ચાંદનીએ ખુબ મસ્તી કરી. ચાંદની અને અમિતાભ વચ્ચે વાતચીત ચાલતી હતી. પરંતુ ત્યારે વાતચીત દરમિયાન જ ચાંદનીએ બીગ બીને કહ્યું કે હોટ સીટ પર આવવાનું તો બધાનું સપનુ હોય છે પરંતુ મારૂ સપનું તો તમારી સીટ પર બેસવાનું છે.
આ સાંભળીને બીગ બી તરત જ હોટ સીટ પરથી ચાંદનીને ઉભી કરે છે અને જબરદસ્તી પોતાની સીટ પર બેસાડે છે. આ જોઈને ચાંદની જેટલી ખુશ થાય છે ઓડિયન્સ પણ એટલી જ ખુશ થાય છે. ઓડિયન્સ જોર જોરથી હસે છે અને તાળીઓ પાડે છે. ઉલ્લેખનીય છે કે, ચાંદનીએ 3 લાખ 20 હજાર રૂપિયા જીત્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.