અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 286એ પહોંચ્યો છે. જે દિલ્હી અને પુનાના એર ક્વોલિટી ઇન્ડેક્સ કરતા પણ વધારે છે. શહેરમાં અનેક જગ્યાએ હવા કેટલી શુદ્ધ છે, તે જાણવા માટે એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયક્સાઈડ, ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ટુનું પ્રમાણ કેટલુ છે તે જાણી શકાય છે.
રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 308 છે એટલે શહેરમાં સૌથી વધુ ખરાબ હવા રાયખડ વિસ્તરમાં છે. AQI એટલે કે એર ક્વોલેટી ઈન્ડેક્ષમાં જો 0-થી 100 સુધી એર ઈન્ડેક્ષ હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવુ માની શકાય પરંતુ 100થી ઉપર એર ઈન્ડેક્ષ વધુ નોંધાય તો હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધી જાય છે
અસ્થામાના દર્દીઓ અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે આ હવા વધુ જોખમી બની શકે છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું ફરજીત છે તો ખરાબ હવાથી બચવા પણ માસ્ક પહેવું જોઈએ.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગના દ્વારા એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે શહેરના લોકો જાણી શકે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે તેમજ તાપમાન કેટલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.