ઈન્કમટેક્સ વિભાગે, ટોચના શિપ બ્રેકર્સ પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સંજય મહેતા અને ગૌરવ મહેતા અને તેમની સાથે સંકળાયેલા પરના સર્ચ ઓપરેશનમાં પ્રાથમિક તપાસમાં રૂ. ૧૦૦ કરોડની ટેક્સ ચોરી પકડી પાડી છે. પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝ અને તેની ગ્રુપ કંપનીઓનું ટર્ન ઓવર ૮૫૦ મિલિયન ડોલર બતાવ્યું છે.
પરંતુ IT વિભાગે હિસાબો તપાસતાં તેમનું ટર્ન ઓવર ૧.૯ અબજ ડોલરનું જોવા મળ્યું છે. ટ્રાન્સફર પ્રાઈસિંગના ઓઠા હેઠળ પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં કે હોંગકોંગમાં ઈન્કમટેક્સ ચૂકવ્યો જ નથી. IT વિભાગે, રૂ. ૪૬ લાખની જ્વેલરી જપ્ત કરી છે અને રૂ. ૪.૪ કરોડની રોકડ મળી આવી છે.
ઈન્કમટેક્સ વિભાગે, ૨૧ બેંક લોકર સીલ કર્યા છે અને બેંક લોકર ઓપરેટ કરાયા પછી મોટાપાયે જ્વેલરી અને રોકડ મળવાની શક્યતા છે. ITની તપાસને અંતે પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝનો કરચોરીનો આંક વધશે. પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝના શિપ બ્રેકિંગ, આયર્ન એન્ડ સ્ટીલ, રીઅલ એસ્ટેટ, વગેરે સેક્ટરમાં કરોડોના બોગસ બિલિંગ, અન્ડર વેલ્યુએશન અને ઓન મની વ્યવહારો મારફતે જંગી કરચોરીની મોડસ ઓપરેન્ડી જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.