અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 3 હજારને પાર થઈ ગઈ છે ગઈ કાલે એક દિવસની અંદર અમદાવાદમાં કોરોનાના 3 હજાર 241 નવા કેસ નોંધાયા છે.
જેને પગલે DyCM નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નીતિન પટેલ અમદાવાદની UN મેહતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અહીં બેઠક યોજી હતી.
તેમણે અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા અંગે માહિતી મેળવી હતી અને વણસતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું ઈલાજ થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા શરૂ કરી હતી.
DyCM નીતિન પટેલે રાજ્યની સ્થિતિને લઈને નિવેદન આપ્યું છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. કોરગ્રુપની સૂચના પ્રમાણે કામગીરી ચાલી રહી છે. 108માં અનેક ઘણા કેસ આવી રહ્યાં છે. 108માં હજુ પણ 300-400 કોલનું વેઇટિંગ છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા કરાઇ છે. 50 ટન કરતા વધુ ઓક્સિજન રોજનો વપરાય છે. જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે.
ડો. વસંત પટેલની લોકડાઉન માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. ડો. વસંત પટેલ કહે છે કે હાલ ગુજરાતમાં કોરોનાની ઘાતકી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોમાં એક સાથે વધુ કેસો જોવા મળી રહ્યા છે એટલું જ નહી પણ કોરોનાને કારણે મોતનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. લોકો મૃત્યુ પામી રહ્યાં છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.