મૈત્રી કરાર કરાવી લઇ પુણાના બિલ્ડરના કોલેજિયન પુત્રએ મૈત્રી કરાર કરાવી લઇ અમદાવાદની યુવતીનું યૌનશોષણ કર્યુ હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પુણામાં કલ્યાણનગર સોસાયટીમાં રહેતો દીક્ષિત દિનેશભાઇ મકવાણા (૨૦) કોલેજમાં અભ્યાસ કરે છે. તેના પિતા બિલ્ડર છે.
દરમિયાન, દીક્ષિતની અમદાવાદની ૧૯ વર્ષીય યુવતી સાથે સગાઇ થઇ હતી. જોકે, ફરવા જવાના મુદ્દે તેઓ વચ્ચે ડખો થયો હતો. બંને પરિવાર વચ્ચે વિખવાદ થતા આખરે સગાઈ તૂટી ગઇ હતી. ત્યારબાદ યુવતી ઘરેથી ભાગી ગઇ હતી. તે દીક્ષિત સાથે મૈત્રી કરારમાં રહેવા લાગી હતી.
યૌનશોષણ કરી વીડિયો પણ ઉતારી લેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આખરે પીડિતાએ ન્યાય માટે પોલીસનું શરણું લીધું હતું. પુણા પોલીસે દીક્ષિત મકવાણા સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.