અમે 300 હતા અને અચાનક ચીનના 2000 સૈનિકો આવી ચઢ્યા

દગાબાજી અને મક્કારીનુ બીજુ નામ ચીન છે તેવુ ફરી લદ્દાખ મોરચે સાબિત થઈ ચુક્યુ છે.

ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી ઝડપમાં ચીને ભારતીય સૈનિકો સાથે દગાબાજી કરી હતી તેવુ હવે ઘાયલ સૈનિકોની સાથેની વાતચીતમાંથી પણ બહાર આવી રહ્યુ છે.

રાજસ્થાનના અલવરમાં રહેતા સુરેન્દ્ર સિંહ નામના જવાન પણ ઘાયલ સૈનિકો પૈકીના એક છે.તેમણે પોતાના પિતા સાથે આ હુમલાની આખી વાત શેર કરી હતી.સુરેન્દ્ર સિંહના પિતાએ એક ખાનગી ચેનલને આપેલા ઈ ન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, તે દિવસે મને રાતે બાર વાગ્યે મારા પુત્રનો ફોન આવ્યો હતો.તેણે મને કહ્યુ હતુ કે હું હોસ્પિટલમાં છું પણ સ્વસ્થ છું.અમે 300 થી 400 ભારતીય સૈનિકો હતા.અચાનક જ 2000 જેટલા ચીની સૈનિકો આવી ગયા હતા.તેમની પાસે સળિયા અને દંડા હતા.તેઓ અચનાક પથ્થર મારા પર ઉતરી આવ્યા હતા.

સુરેન્દ્રસિંહે પોતાના પિતાને કહ્યુ હતુ કે, મને પણ માથામાં વાગ્યુ છે અને ટાંકા આવ્યા છે.અમારી પાસે તો કોઈ હથિયાર પણ નહોતા.વાતચીતના માહોલમાં ચીનના સૈનિકો હથિયાર સાથે આવી ગયા હતા અને અમારા પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના માર્યા ગયેલા જવાનોની સંખ્યા 40ની ઉપર હોવાનુ મનાઈ રહ્યુ છે.જોકે ચીને હજી સુધી પોતાના મૃત સૈનિકોનો આંકડો જાહેર કર્યો નથી.

સુરેન્દ્રની પત્ની ગુરપ્રીત કૌરે કહ્યુ હતુ કે, તે દિવસે તેમણે ચીનના બે થી ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેમની પાસે હથિયાર નહોતા આમ છતા તેમણે ભારે બહાદુરી બતાવી હતી.

હાલમાં પણ ચીન અને ભારત વચ્ચે વાતચીત થઈ રહી હોવા છતા સરહદ પર તનાવ યથાવત છે.બંને દેશની સેનાના હજારો સૈનિકો હાલમાં પણ આમને સામને છે.સરહદ પર બંને સેના પોતાનો જમાવડો વધારી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.