ભાજપના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ સમૂહ લગ્ન સમારોહમાં નિવેદન આપ્યું હતું કે, સામાન્ય ગામડામાં આપણે કોઈને શેઢામાં ઘૂસવા નથી દેતા તો આ તો મારા પિતાની વાડી છે. આપણે કોઈને ઘૂસવા દઈએ? આહિયા તો મારા પિતાનું 30 વર્ષથી વાવેલું છે તેનું લણવાનો અધિકાર મને જ હોય. જ્યા સુધી આ ખેતર છે ત્યારે સુધી કાયમી માટે હું જ લણવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાદી કરતા હોય એ પણ બંધ કરી દેજો. આ નિવેદનને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે મંત્રી જયેશ રાદડીયાએ આ બાબતે ખુલાસો આપ્યો હતો.
મંત્રી જયેશ રાદડીયાએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, જેતપુર, જામ કંડોરણાની સીટ પર મારા પિતાજી ધારાસભ્ય હતા. છેલ્લી ત્રણ ટર્મથી આ વિસ્તારમાં હું ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. 2017માં મારી સામેના ઉમેદવારને હું આજ શબ્દો બોલેલો કે, 30 વર્ષથી મારા પિતાએ વાવેતર કરેલું છું, ત્યારે મારા પિતા વિઠ્ઠલભાઈ બીમાર હતા અને તેઓ હોસ્પિટલમાં હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર આ ગઢ લઇ લેવાનું કહેતા હતા એટલે મેં ત્યારે કહ્યું કે, 30 વર્ષથી અમારું વાવેતર કરેલું છે, અમારી સેવા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પાયાના કાર્યકરથી લઇને નાનામાં નાના વ્યક્તિ સાથે અમે લાઈવ કોન્ટેક્ટમાં છીએ. આ અમારું રાજકારણ છે અને સ્વભાવિક કે, ચૂંટણી આવે ત્યારે તેને મહત્ત્વથી લડવાનો અધિકાર છે. આ વિસ્તાર અમારો ગઢ કહેવાય અમે અમારા ગઢમાં ક્યારેય કોઈને ઘૂસવા દેતા નથી.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, જાહેર સભાની અંદર કોંગ્રેસના ઉમેદવારને કહ્યું હતું કે, આ ગઢ અમારો છે અમે આ ગઢમાં અમે કોઈને ઘૂસવા દેતા નથી. અત્યારે પણ કહું છું કે, આ વિસ્તાર મારો છે અને મારા પિતાનું વાવેતર છે. અત્યારે હું ધારાસભ્ય તરીકે જવાબદારી આપુ છું એટલે ચૂંટણી આવે એટલે મારી સામેનો ઉમેદવાર એવા સપના ન જોવે કે, આ ગઢ અમે તેમની પાસેથી આંચકી લઈશું અને તેના હિસાબે મારું આ નિવેદન છે. આ ઈશારો કોઈના તરફથી નથી અને 2017ની ચૂંટણીમાં પણ આ શબ્દ બોલ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અમારો એક પરિવાર છે. એ તરફ મારો કોઈ ઈશારો હોઈ પણ ન શકે. ભાજપે મારી અપેક્ષા કરતા વધારે મને આપ્યું છે. વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં મને વિધાનસભાની ટિકિટ અને મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.