અમે ભારતના વિરોધમાં નથી, અફઘાનિસ્તાનને ફરી વસાવવા માટે અમેરિકાની મદદ જોઈએ છેઃ તાલિબાન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પેરાજકીય કરાર માટે તાલિબાનના દૂતો સાથે ફરી વાતચીત કરવા અંગે ચર્ચા શરૂ કરી છે.એવામાં સંગઠનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીનના કહ્યાં પ્રમાણે, આ મુદ્દાનું કોઈ સૈન્ય સમાધાન નથી.CNN ન્યૂઝ 18ના રિપોર્ટર જક્કા જૈકબને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શાહીને કહ્યું કે, ભારતને અમેરિકન સૈનિકોની વાપસી અંગે ચિંતા કરવાની જરૂર નથી, અફઘાનિસ્તાનને પોતાના પુનનિર્માણ માટે પડોશી રાષ્ટ્રની જરૂર પડશે.

સવાલઃ અમેરિકાએ કોઈ પણ પ્રકારની શાંતિ વાર્તા કરવા માટેનો ઈન્કાર કરી દીધો છે, ચર્ચા શરૂ થવાની તમને કેટલી આશા છે? ફરી અફઘાનિસ્તાનમાં શાંતિની કેટલી આશા છે?

જવાબઃ અમને લાગી રહ્યું છે કે કોઈ સૈન્ય સમાધાન નથી અને અમેરિકા જાણે છે કે શું યોગ્ય છે કારણ કે તે કોઈ પણ પરિણામ વિના છેલ્લા 18 વર્ષથી સૈનિક કાર્યવાહી કરી રહ્યું છે. એટલે જ મને લાગે છે કે આ મુદ્દાનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તેનું શાંતિપૂર્વક સમાધાન છે. જો તે અફઘાન મુદ્દાનો નિવેડો લાવવા માંગે છે તો તે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે જરૂર સામે આવશે , નહીં તો તે ફરીથી કોઈ પણ પ્રકારના પરિણામ વગર જ કડવા અનુભવો કરતા રહેશે.

સવાલઃદોહામાં શાંતિ સમયે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાન સરકારની કોઈ ભાગીદારી ન હતી. હવે ચૂંટણી બાદ, શું તમે માનો છો કે તેમની સ્થિતી મજબૂત બની છે?

જવાબઃઅમે કાબુલ પ્રશાસનને સામેલ કર્યુ નથી કારણ કે અમે અફઘાન મુદ્દાને બે ભાગમાં વિભાજીત કરી નાંખ્યું છે, એક ભાગ બહારનો છે, જે અમેરિકનોને અફઘાનિસ્તાનથી પોતાની સેનાની વાપસી અંગે ચર્ચા કરી રહ્યું છે અને આ સાથે જ અફઘાનની માટીનો ઉપયોગ અમેરિકન અને તેમના સહયોગી અને અન્ય દેશો વિરુદ્ધ ન કરવા અંગેની પણ ચિંતા વ્યક્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.