સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા બિનહરીફ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. આ વિશે અટકળો ચાલી રહી છે કે, ભાજપ અને ગાંગુલી વચ્ચે 2021માં થનારી બંગાળની ચૂંટણી વિશે ડીલ થઈ છે. આ વિશે ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ દરેક વાતોને ખોટી ગણાવી છે. શાહે કહ્યું કે, અમે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ નથી બનાવ્યા અને અમારી વચ્ચે કોઈ ડીલ નથી થઈ.
શાહે કહ્યું કે, બીસીસીઆઈનું અધ્યક્ષ કોણ બનશે તે હું નક્કી નથી કરતો. તે માટે બીસીસીઆઈની તેમની એક ચૂંટણી પ્રક્રિયા છે. ગાંગુલી સાથે મારે આ વિશે કોઈ મીટિંગ કે ડીલ નથી થઈ.
શાહને પૂછવામાં આવ્યું કે, ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ પદના બદલે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી 2021માં ભાજપનો ચહેરો બનશે? આ વિશે ગૃહમંત્રી એ કહ્યું કે, આ માત્ર સૌરવ ગાંગુલી વિશે ખોટી વાતો કરવામાં આવી રહી છે. અમારે બંગાળમાં કોઈ ચહેરાની જરૂર નથી. કોઈ ચહેરા વગર પણ અમે લોકસભા ચૂંટણીમાં 18 સીટો જીતી હતી. તેનો અર્થ એ નથી થતો કે ચહેરાની જરૂર નથી. પરંતુ કોઈ એક ચહેરા વગર તો અમે ચૂંટણી જીતી જ શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.