આજે અમે તમારી માટે લાવ્યા છીએ,સરસ મજાની ચટાકેદાર વાનગી, જાણો કોબીજના પરાઠાની રેસિપી…

કોબીનું શાક ખાઈને કંટાળ્યા છો તો સરળ રીતે બનતા કોબીજના પરોઠા કરો ટ્રાય.

આજે અમે તમારી માટે સરસ મજાની ચટાકેદાર વાનગી લાવ્યા છીએ. હા આ છે કોબીજના પરોઠા, જેને તમે દહીં સાથે કે અથાણા સાથે પણ ખાઈ શકો છો.

સામગ્રી

-500 ગ્રામ કોબીજ
-2 નંગ લીલાં મરચાં સમારેલાં
-1 ચમચી જીરું વાટેલું
-250 ગ્રામ ઘઉંનો લોટ
-3 ચમચા દહીં ખાટું
-2 ચમચી કોથમીર સમારેલી
-1 વાટકી ચોખાનો લોટ
-ઘી જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર

સૌપ્રથમ કોબીજને ઝીણી સમારી અથવા ખમણીને મીઠું ચોળી ૧૦ મિનિટ રાખી મૂકવી. લોટ ચાળી તેમાં ઘીનું મોણ, જીરું, લીલાં મરચાં, કોથમીર, દહીં અને મીઠું નાખી કોબીજને નીચોવી પાણી કાઢી લોટમાં નાખવી. પછી સાદા પરોઠા જેવા બહુ કઠણ નહીં તેવો લોટ બાંધી લેવો. ચોખાના લોટનું અટામણ લઈ પડવાળા પરોઠા વણી સાદા પરોઠાની જેમ શેકીને સર્વ કરો. આ પરોઠા તમે બ્રેકફાસ્ટમાં ટ્રાય કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.