અમે મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ બોમ્બથી આપીશું : રશિયા

– યુએસ-રશિયા વચ્ચે પરમાણુ હથિયારો ઘટાડવાની સમજૂતી ફેબુ્રઆરી 2021થી આગળ વધારવા ટ્રમ્પનો ઈનકાર

 

રશિયાએ તેની પરમાણુ નીતિમાં મોટા ફેરપારની જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેના ઉપર કોઈ દેશ કોઈ પણ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરશે તો તે તેનો જવાબ પરમાણુ હુમલાથી આપી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પરમાણુ હુમલો કરવાની શરતોમાં થયેલા સંશોધનની માહિતી આપતા કહ્યું કે કોઈપણ હુમલાખોર મિસાઈલને પરમાણુ હિથયારોથી સજ્જ મિસાઈલ માનવામાં આવશે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયના અખબાર રેડ સ્ટારે ટોપ મિલિટ્રી સાયન્ટિસ્ટ એલેક્ઝાન્ડર ખારાપિન અને રશિયાના જનરલ સ્ટાફ સભ્ય એન્ડ્રી સ્ટર્લિનને ટાંકીને લખ્યું કે કોઈપણ ઓટોમિક મિસાઈલથી થયેલા હુમલાના સંદર્ભમાં દેશનું ટોચનું નેતૃત્વ પરિસિૃથતિના આધારે ન્યુક્લિયર ફોર્સની પ્રતિક્રિયાના માપદંડ નક્કી કરશે.

તેમણે ઉમેર્યું કે રશિયા મિસાઈલ હુમલાને ડિકેટ્ કરવાની ચેતવણી સિસ્ટમ લોન્ચ કરાયેલું મિસાઈલ પરમાણુ હિથયારોથી સજ્જ છે કે નહીં તે નક્કી કરી શકશે નહીં. એવામાં સૌથી ખરાબ સિૃથતિ અંગે વિચારીને પરમાણુ હુમલો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, કારણ કે તે મિસાઈલ પરમાણુ હિથયારોથી સજ્જ હશે તો અમે પ્રતિક્રિયા આપવામાં ચૂક કરી શકીએ છીએ.

અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હિથયારો ઘટાડવાની સમજૂતી 5મી ફેબુ્રઆરી 2021ના રોજ ખતમ થવાની છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીની તારીખ આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ સમજૂતી રશિયાની તરફેણમાં છે.

આ સંિધ રણનીતિક પરમાણુ વોરહેડ્સની સંખ્યા મર્યાદિત કરે છે અને બંને દેશને એક બીજાનું નિરિક્ષણ કરવાની મંજૂરી આપે છે એવામાં આ સમજૂતીને ખતમ કરવાથી બંને દેશ વચ્ચે ફરીથી હિથયારોની સ્પર્ધા શરૂ થઈ શકે છે. અમેરિકા અને રશિયા ઓપન સ્કાય સંિધ પણ ખતમ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.