અમે તો પતંજલિને કફ-તાવની દવા બનાવવા માટેનું લાઈસન્સ આપ્યું હતું: ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ

 

પતંજલિ આયુર્વેદની દવા કોરોનિલના પ્રચાર પર આયુષ મંત્રાલય દ્વારા રોક લગાવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે આયુર્વેદ વિભાગના લાઈસન્સ આપતા અધિકારીએ બુધવારે કહ્યું કે, પતંજલિ આયુર્વેદ તરફથી લાઈસન્સ માટે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોરોના વાઈરસનો કોઈ ઉલ્લેખ નહોતો.

ન્યૂઝ એજન્સી પ્રમાણે લાઈસેસિંગ અધિકારીએ જણાવ્યું કે, પતંજલિને માત્ર ઈમ્યૂનિટિ વધારનારી અને કફ તથા તાવની દવા બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, અમે પતંજલિ આયુર્વેદને નોટિસ જાહેર કરી પુછીશું કે તેમને કોવિડ-19ની કિટ બનાવવાની મંજુરી ક્યાંથી મળી.

ઉલ્લેખનિય છે કે, યોગ ગુરુ બાબા રામદેવે પતંજલી આયુર્વેદે મંગળવારે કોવિડ-19ની સારવારનો દાવો કરતી ‘કોરોનિલ’ નામની દવાની એક કિટ લોન્ચ કરી. તેના પર આયુષ મંત્રાલયે નોટિસ જાહેર કરી તેની પાસે જવાબ માંગ્યો છે. મંત્રાલયે પતંજલિ ગૃપ પાસેથી આ ‘કોરોનિલ’ કિટનો સંપૂર્ણ ડેટા માંગ્યો છે. આયુષ મંત્રાલયે ઉત્તરાખંડ સરકારની લાઈસન્સ ઓથોરિટિ વિભાગને પતંજલિ ગૃપને આપવામાં આવેલા લાઈસન્સની કોપી માંગી છે. આ સિવાય વિભાગ પાસે આયુર્વેદિક દવાના ઉત્પાદનના મંજુરીની વિગત માંગવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.