અમે રાષ્ટ્રવાદને રાષ્ટ્ર નિર્માણનો આધાર માનીએ છીએ, આ વીર સાવરકરના જ સંસ્કાર છેઃ PM મોદી

મહારાષ્ટ્રના અકોલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું પહેલા કરતાં વધુ મજબૂત સરકાર બનાવવા માટે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આ વીર સાવરકરના જ સંસ્કાર છે કે રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણનો આધાર માનીએ છીએ.

પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે બીજી તરફ એ લોકો છે જેમણે બાબા સાહેબનું ડગલને પગલે અપમાન કર્યું, દાયકા સુધી તેમને ભારત રત્નથી દૂર રાખ્યા. જેમણે વીર સાવરકરનું પણ અપમાન કર્યું હતું.

કલમ 370 પર ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં બાબા સાહેબ આંબેડકરના સંવિધનને સંપૂર્ણ લાગૂ ન કરવાના પ્રયત્નો પાછળ આવા લોકોની દુર્ભાવના છે. આ લોકો કહી રહ્યાં છે કે મહારાષ્ટ્ર ચૂંટણી સાથે કલમ 370ને શુ લેવા દેવા? મહારાષ્ટ્રને જમ્મૂ-કાશ્મીર સાથે શું સંબંધ છે.

મહારાષ્ટ્રને કાશ્મીર સાથે શું સંબંધને લઇને પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઘણા જવાનો કાશ્મીર જાય છે, પોતાની શહાદત વહોરે છે, એવામાં કાશ્મીર સાથે મહારાષ્ટ્રના સંબંધ પૂછનારા લોકોને પોતાની સોચ અને નિવેદન પર શરમ આવી જોઇએ. આવા નેતાઓના નિવેદનને લઇને પીએમ મોદીએ ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો કહી નિંદા કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.