અમે યોગી અને ચાવાળાથી ડરતા નથી, દેશ એકલા મોદીનો નથીઃ જુનિયર ઓવૈસી

ભાજપ અન્ય રાજ્યોની જેમ આંધ્રપ્રદેશમાં પણ પોતાની પકડ જમાવવા માંગે છે અને આ માટે ભાજપે હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાની તમામ તાકાત વાપરવાનુ શરુ કર્યુ છે.

આ ચૂંટણી માટે કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો હૈદ્રાબાદની મુલાકાત લઈ રહ્યા છે.આજે યોગી આદિત્યનાથ હૈદ્રાબાદમાં ચૂંટણી પ્રચાર અને રોડ શો કરવાના છે.બીજી તરફ ભાજપની સામે મોરચો માંડનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતા અને ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ ભાજપ સામે આક્રમક નિવેદન આપ્યુ છે.

ઓવૈસીના ભાઈએ કહ્યુ હતુ કે, અમે યોગીથી પણ નથી ડરતા અને ચાવાળાથી પણ નહી. આ દેશ પર મોદીનો જેટલો હક છે તેટલો જ હક મારો છે.જો ભાજપે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે તો 1 ડિસેમ્બરે મતદારો ભાજપ પર ડેમોક્રેટિક સ્ટ્રાઈક કરશે.મોદી સરકાર દરેક મોરચે ફેલ છે.ખેડૂતો પર આટલી ઠંડીમાં પાણી વરસાવીને સરકારે અત્યાચાર કર્યો છે.

કોર્પોરેશનની 150 બેઠકો માટે એક ડિસેમ્બરે મતદાન થવાનુ છે અને ગઈ ચૂંટણીમાં તેલંગાના રાષ્ટ્રસમિતિએ 99 બેઠકો અને ઓવૈસીની પાર્ટીએ 44 બેઠકો જીતી હતી.ભાજપને માત્ર ચાર બેઠકો મળી હતી.જોકે ભાજપના નેતાઓની મુલાકાતના કારણે આ ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની ચુકી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.