અમેરિકા એક લાખથી વધુ મૃત્યુઆંક ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

11 દિવસમાં કોરોનાના નવા દસ લાખ કેસ, યુરોપ-અમેરિકામાં સૌથી વધુ અસર

– અમેરિકન-ભારતીય દંપતિએ સસ્તા વેન્ટીલેટરની શોધ કરી, 100 ડોલરમાં ઉત્પાદન શક્ય બનશે

– વુહાનમાં બાર દિવસમાં 70 લાખ ટેસ્ટ કરાયા

– બ્રિટનમાં બોરીસ જોેન્સનના જુનિયર પ્રધાન રોસે કમિંગ્સ વિવાદમાં રાજીનામું આપ્યુ

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 5.5 મિલિયન કેસ નોંધાયા છે. જેમાંથી બે-તૃતિયાંશ કેસો યુરોપ અને અમેરિકામાં જ નોંધાયા છે. જ્યારે કોરોના મહામારીમાં મૃત્યુ પામનારાની સંખ્યા 3,46,188 થઇ છે. યુરોપમાં 1,72,824 જણાના મોત થયા હતા જ્યારે અમેરિકામાં  એક લાખથી વધુ લોક મોતને ભેટયા છે. છેલ્લા એક મહિનામાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને બમણી થઇ છે. નવા દસ લાખ કેસો તો માત્ર છેલ્લા 11 દિવસમાં જ નોંધાયા છે.

ચીને પણ કોરોના ફરી ઉથલો મારે તે પૂર્વે સાવચેતીના પગલાં રૂપે વુહાનમાં બાર દિવસમાં 7 મિલિયન લોકોના ટેસ્ટ કર્યા છે. ચીને કોરોના ફરી ફાટી ન નીકળે તે માટે સમગ્ર વુહાનમાં મોટાપાયે ટેસ્ટિંગની ઝૂંબેશ હાથ ધરી હતી તે આજે પુરી થઇ હતી.

ચીનના પ્રમુખ શી જિનપિંગે શાંઘાઇમાં હુબેઇના પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠક યોજી તેમને ભારે મહેનત કરીને મેળવેલી સફળતા એળે ન જવા દેવાની તાકીદ કરી હતી. ચીને આ મહામારીનો તાગ મેળવવા માટે હવે સેરોલોજિકલ સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટમાં સંશોધકો લોકોના જૂથના રક્તના નમૂના મેળવશે અને જોશે કે તેમાં વાઇરસ સામે લડવા માટે જરૂરી એન્ટીબોડીઝ ક્યારેય મોજૂદ હતાં કે કેમ. આ બાબત દર્શાવે છે કે તેમને કોઇ એક સમયે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

દરમ્યાન ભારતીય મૂળના અમેરિકન દંપતિએ ત્રણ સપ્તાહમાં સસ્તા વેન્ટીલેટરની શોધ કરી છે. જ્યોજયા ટેકની જ્યોર્જ ડબલ્યુ વૂડરૂફ સ્કૂલ ઓફ મિકેનિકલ એન્જિનિયરીંગ ખાતે પ્રોફેસર દેવેશ રંજન અને તેમના પત્ની કુમુદા રંજને 100 ડોલર કરતાં ઓછી કિંમતમાં બનાવી શકાય તેવા વેન્ટીલેટરની શોધ કરી છે. રંજને જણાવ્યું હતું કે આ પ્રકારના વેન્ટીલેટરની કિંમત હાલ અમેરિકામાં દસ હજાર ડોલર થાય છે. એટલે જો આ વેન્ટીલેટર 500 ડોલરમાં વેચવામાં આવે તો પણ સારો એવો નફો મળે તેમ છે. રંજને જણાવ્યું હતું કે જ્યારે ફેફસાં ચેપને કારણે કામ કરતાં બંધ થઇ જાય ત્યારે આ મશીન શ્વાસોશ્વાસની

પ્રક્રિયાનો કબજો લઇ લે છે. જો કે રંજને સ્પષ્ટતા કરી હતી કે આ આઇસીયુ વેન્ટીલેટર નથી. જે વધારે આધુનિક અને વધુ મોંઘું હોય છે.

બિહારમાં જન્મેલાં રંજને તેમની ડિગ્રી ત્રીચીમાંથી મેળવી હતી. એ પછી તેઓએ યુનિવસટી ઓફ વિન્સ્કોન્સિન-મેડિસનમાંથી પીએચડી કર્યું હતું. હાલ તેઓ છ વર્ષથી જ્યોજયા ટેક યુનિવસટીમાં ભણાવે છે. તેમના પત્ની કુમુદા છ વર્ષના હતા ત્યારે જ રાંચીથી અમેરિકા ગયા હતા. તેમણે ન્યુજર્સીમાં મેડિકલ ટ્રેનિંગ મેળવી છે.

આ સસ્તા વેન્ટીલેટરને ભારત અને આફ્રિકા જેવા દેશોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. જ્યાં સારવાર કરાવવાનું દરેકને પરવડતું નથી. ભારતમાં હાલ જે સપ્લાય ચેઇન મોજૂદ છે તે જોતાં ભારતમાં આ વેન્ટીલેટર બનાવવું સરળ છે. સિંગાપોર સ્થિત રિન્યુ ગ્પ દ્વારા હવે તેનો પ્રોટોટાઇપ વિકસાવવામાં આવી રહ્યો છે. ઓપનએર વેન્ટ જીટી નામના આ વેન્ટીલેટરને ભારત, વિયેટનામ, શ્રીલંકા અને કબોંડિયામાં મુકવાની કંપનીની નેમ છે.

દરમ્યાન બ્રિટનમાં વડા પ્રધાન બોરીસ જ્હોન્સનના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સને હટાવવાના વિવાદમાં તેમની કેબિનેટના એક જુનિયર પ્રધાન ડગ્લાસ રોસે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.

તેમણે જણાવ્યું હતું કે કમિંગ્સની વાત સાથે મોટાભાગના લોકો અસંમત છે. સ્કોટલેન્ડનો હવાલો સંભાળતાં રોસે સોશ્યલ મિડિયા પર રાજીનામું મુકી જણાવ્યું હતું કે સરકારના લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં ઘણાં લોકો તેમના સગાંઓને આખરી વિદાય આપી શક્યા નથી.લોકો માંદા પડેલાં સગાની મુલાકાત લઇ શક્યા નથી. હું તેમને એમ ન કહી શકું કે તમે બધાં ખોટાં છો અને એક સરકારી સલાહકાર નિયમનું પાલન કરવામાં સાચાં છે. કમિંગ્સે 400 કીલોમીટરની યાત્રા કરીને તેમના પિતાના ફાર્મની મુલાકાત લીધી તેને પગલે ફાટી નિકળેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી.

કોરોના : વૈશ્વિક સ્થિતિ

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

કુલ ટેસ્ટ

અમેરિકા

17,13,654

1,00,064

4,68,778

1,52,72,266

બ્રાઝિલ

3,77,711

23,606

1,53,833

7,35,224

રશિયા

3,62,342

3,807

1,31,129

91,60,590

સ્પેન

2,82,480

26,837

1,96,958

35,56,567

યુ.કે.

2,65,227

37,048

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.