અમેરિકાના 30 શહેરોમાં હિંસક પ્રદર્શન-આગજની અને લૂંટફાટ, સેના એલર્ટ

જો બે દિવસ પહેલા નેશનલ ગાર્ડનો ઉપયોગ કરાયો હોત તો આટલું નુકસાન ન થાતઃ ટ્રમ્પ

 

અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ અને પોલીસના હાથે અન્ય અશ્વેત લોકોની હત્યાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોની આંચ ન્યૂયોર્કથી લઈને ટુલ્સા અને લોસ એન્જેલસ સુધી ફેલાઈ ગઈ છે. આશરે 30 જેટલા શહેરોમાંથી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ફ્લોઈડના મૃત્યુ બાદ મિનેપોલિસમાં શરૂ થયેલા પ્રદર્શનોએ શહેરના અનેક વિસ્તારમાં જનજીવન ખોરવી નાખ્યું છે અને ઈમારતોમાં આગજની, દુકાનોમાં લૂંટફાટના સમાચારો સામે આવી રહ્યા છે.

ફ્લોઈડનું ગત સોમવારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું અને પોલીસ અધિકારી આઠ મિનિટ સુધી ઢીંચણ વડે તેનું ગળું દબાવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રદર્શનો ભડકી ઉઠ્યા હતા. અશ્વેત ફ્લોઈડની એક દુકાનમાંથી નકલી બિલનો ઉપયોગ કરવાના અંદેશાને લઈ ધરપકડ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર લોકો એકત્રિત થઈ જતા સ્વાસ્થ્ય નિષ્ણાંતોમાં ચિંતા વ્યાપી છે.

એક તરફ અમેરિકામાં કોરોનાના કારણે મરતા લોકોની સંખ્યા ઘટી છે અને અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવા પ્રયત્નો થઈ રહ્યા છે તેવામાં આ પ્રકારના દેખાવોના કારણે ફરીથી મહામારી ફેલાવાનું જોખમ વધી ગયું છે. વોશિંગ્ટન ખાતે લોકોએ મોટી સંખ્યામાં વ્હાઈટ હાઉસની બહાર પ્રદર્શનો કર્યા હતા. ફિલાડેલ્ફિયા ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઓછામાં ઓછા 13 જેટલા અધિકારીઓ ઘાયલ થયા હતા જ્યારે ઓછામાં ઓછા ચાર પોલીસ વાહનોને ફૂંકી મારવામાં આવ્યા હતા.

ઓક્લાહોમા ખાતે પ્રદર્શનકારીઓએ 2016માં પોલીસ અધિકારીના હાથે માર્યા ગયેલા ટેરેન્સ ક્રચરના નામના અશ્વેત માટે નારા બોલાવ્યા હતા. લોસ એન્જેલસ ખાતે પ્રદર્શનકારીઓએ અશ્વેત જિંદગીઓ પણ મહત્વની છે તેવો નારો બોલાવ્યો હતો અને પોલીસે તેમને વિખેરવા લાઠીચાર્જ કરીને

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.