અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ઊઠી સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસની માંગ

 

સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસની માંગણી હવે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઊઠી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સુશાંતને ન્યાય મળે માટે બિલબોર્ડ લગાડવામાં આવ્યા છે, જે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ વીડિયો અને તસવીરો શેર કરી હતી.

હવે ઓસ્ટ્રેલિયામાં પણ બિલબોર્ડ લગાડવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સાત બિલબોર્ડ લગાડવામાં આવ્યા છે. શ્વેતાએ લખ્યું છે કે,સુશાંતના ફેન્સએ ઓસ્ટ્રેલિયામાં પણ કરી દેખાડયું. પૂરા ઓસ્ટ્રેલિયામાં સાત બિલબોર્ડ મુકવામાં આવ્યા છે. સુશાંત પ્રત્યેના અસીમ પ્રેમને કારણે જ આમ બન્યું છે. આ બિલબોર્ડ મજબૂત મેસેજ આપે છે કે પૂરું ઓસ્ટ્રેલિયા સુશાંત સાથે છે. તેઓ ઇચ્છે છે કે ભારતની ન્યાય વ્યવસ્થા તેમનો અવાજ સાંભળે અને પ્યારા સુશાંતને ન્યાય મળે.

ઓસ્ટ્રેલિયામાં ક્યા ક્યા સ્થળે બિલબોર્ડ લગાડવામાં આવ્યા છે તેની પણ શ્વેતાએ પૂરી જાણકારી આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.