અમેરિકાએ ભારતની બધી જ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુક્યો

અમેરિકાએ ભારતની ચાર્ટર વિમાન સેવાઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. સાથે અમેરિકાનો દાવો છે કે આ ઉડાનો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને બન્ને દેશો વચ્ચે થયેલા કરારો કે સંધીનો પણ ભંગ કરવામાં આવ્યો હતો.

યુએસ એર સર્વિસ એગ્રીમેંટના જણાવ્યા અનુસાર ચાર્ટર ફ્લાઇટ માટે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ પહેલા અમારી અનુમતી લેવી પડશે તે સિવાય લેન્ડિંગની અનુમતી નહીં આપવામાં આવે.

અમેરિકી સરકારના પરિવહન વિભાગે આરોપ લગાવ્યો છે કે એર ઇન્ડિયા ભારતીય નાગરિકોને પરત લઇ જવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે જેને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું છે. એર ઇંડિયાના સહિયોગથી સરકારે છ મેના રોજ વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી.

જ્યારે 18મી મેથી ભારત-અમેરિકા રૂટ પર ચાર્ટર્ડ વિમાનો ઉડાન ભરી રહી છે. 23મી માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓ બંધ છે, જ્યારે 25મી મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને શરૂ કરી દેવામાં આવી હતી. જોકે કોરોના વાઇરસને કારણે આ ઉડાનો માટે જરૂરી નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમેરિકાએ એવી દલીલ કરી છે કે અમે અત્યાર સુધી વંદે ભારત મિશન અંતર્ગત જેટલી પણ ફ્લાઇટ્સ અમેરિકા આવતી હતી તેના પર કોઇ જ રોકટોક નથી કરી અને ચોક્કસ આટલી જ ફ્લાઇટ્સને અનુમતી આપીશું તેવું પણ નથી કહ્યું.

જ્યારે બીજી તરફ અમેરિકાની ફ્લાઇટ્સ પર ભારતે પ્રતિબંધો મુકી દીધા છે જે સ્વીકાર્ય નથી. અમેરિકાએ આ આરોપો સાથે હવે ભારતની ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધો મુકી દીધા છે અને અનુમતી વગર ઉડાન નહીં ભરવા દઇએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અમેરિકાએ જ્યારે ભારતીય ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધા છે ત્યારે બીજી તરફ ભારત હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તેમજ જર્મની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ચોક્કસ નિયમો સાથે અનુમતી આપવા અંગે વિચારી રહ્યું છે.

ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અમને વિવિધ દેશોમાંથી રજુઆતો મળી રહી છે જેમાં ભારત સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સોને ફરી શરૂ કરવા દેવામાં આવે તેવી પણ માગણી કરાઇ

રહી છે જે અંગે વિચારણા ચાલી રહી છે.

અમેરિકા અને ભારત વચ્ચે એક ચોક્કસ ગ્રીન કોરીડોર પણ તૈયાર કરવામાં આવી શકે છે કે જેના દ્વારા જે પણ નિયમો અને પ્રતિબંધો છે તેને હળવા કરી શકાય અને અડચણ વગર બન્ને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને શરૂ કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.